કેનેડાએ અમેરિકાની 700થી વધુ પ્રોડક્ટ્સ પર 50 ટકા ટેરિફ નાખ્યો
અમેરિકા-કેનેડા વચ્ચે ટ્રેડ વોરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમેરિકાએ લાદેલા 50 ટકા ટેરિફ સામે કેનેડાએ વળતો પ્રહાર કરતાં 700 પ્રોડક્ટ પર 50 ટકા ટેરિફ નાખ્યો છે

ઓટ્ટોવાઃ અમેરિકા અને કેનેડા વચ્ચેના વેપાર યુદ્ધનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમેરિકાએ કેનેડાની 20 અબજ ડોલરની નિકાસ પર 50 ટકા ટેરિફ નાખ્યા પછી કેનેડાએ પણ વળતો પ્રહાર કરતાં અમેરિકાના 700થી વધુ ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ નાખ્યો છે. આ ટેરિફ 22 ઓગસ્ટથી અમલમાં આવશે. અમેરિકાએ કેનેડાની 20 અબજ ડોલરની તેને ત્યાં થતી નિકાસ પર નાખેલો ટેરિફ કેનેડાની અમેરિકાની કુલ નિકાસના પાંચ ટકા છે.
કેનેડાનો વળતો પ્રહાર
કેનેડાનાં નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ એપ્લાયન્સીસ, ડેરી પ્રોડક્ટ્સ જેવી કે ચીઝ, ફિશ અને સી ફૂડ તથા સ્ટીલ અને એલ્યુમિનિયમના ડેરિવેટિવ પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ નાખશે. આ સિવાય અગાઉ 25 ટકા ટેરિફ લાગતો હતો તે સ્ટીલ પ્રોડક્ટ્સ પર 50 ટકા ટેરિફ લાદશે. આ જ રીતે ફર્નિચર, ક્લોથિંગ અને કેટલીક એલ્યુમિનિયમ ડેરિવેટિવ્સ પ્રોડક્ટ્સ પર પણ 50 ટકા ટેરિફ લાદશે.
કેનેડાએ 15,25 અને 50 ટકાના સ્લેબમાં નાખ્યો ટેરિફ
કેનેડાના આઠમી સપ્ટેમ્બરથી અમલી બનનારા ટેરિફમાં અમેરિકાએ સેકશન 338 અને સેકશન 232 હેઠળ ટેરિફ નાખ્યો તેની સામે પ્રહાર કરતાં 15, 25 અને 50 ટકાના સ્લેબમાં ટેરિફ નાખવામાં આવ્યો છે. આટલું ઓછું પડતું હોય તેમ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કેનેડિયન કાર, ટ્રક, ઓટોમોટિવ પાર્ટ્સ અને સ્ટીલની આયાત પર ટેરિફ જાન્યુઆરી 2027થી વધારીને 50 ટકા કરવાની જાહેરાત કરતા બંને દેશ વચ્ચેના સંબંધ વધુ વણસ્યા છે.
કેનેડિયન કારોબારો-વર્કરો માટે 7.5 અબજ ડોલરનું પેકેજ
કેનેડિયન સરકારે સ્થાનિક કારોબારો અને વર્કરો માટે 7.5 અબજ કેનેડિયન ડોલરના સહાય પેકેજની જાહેરાત કરી છે. તેમા SME માટે 1.5 અબજ ડોલરની સહાય અપાશે. જ્યારે બે અબજ ડોલરની સહાય કેનેડા સ્ટ્રોંગ ડાઇવર્સીફિકેશન ફંડ પેટે આપવામાં આવશે. આ સહાય ટેરિફથી અસર પામેલા કારોબારોને પૂરી પાડવામાં આવશે. કંપનીઓ અને કામદારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે આ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
અમેરિકન ઓફર કેનેડા માટે નુકસાનકારક
કેનેડાના નાણાપ્રધાન ફ્રાન્કોઇસ ફિલિપ શેમ્પેઇને જણાવ્યું હતું કે રેસિપ્રોકલ ટેરિફ અને મલ્ટી-બિલિયન ડોલર સપોર્ટ પેકેજ કામદારો, ખેડૂતો, કુટુંબો અને કારોબારોને પૂરા પાડવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની નવી ટર્મ કેનેડાના શ્રેષ્ઠ હિતમાં ન હતી. તેથી કેનેડાએ આ પ્રકારનું ડીલ સ્વીકારવાના બદલે મંત્રણા રદ કરવાનું વધુ મુનાસિબ માન્યું છે. જો કેનેડાએ અમેરિકાની પ્રસ્તાવિત ડીલ સ્વીકારી હોત તો કેનેડાના કામદારો, કારોબારો, વ્યૂહાત્મક સેક્ટરો અને રાષ્ટ્રીય હિતને ભારે નુકસાન થયું હોત.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
